ત્રણેયને ધન્યવાદ છે
બીજુ ગુજરાતમાં એક ગામમાં સારા શેઠ હતા તે ખુબ જ ભગવાનનું ભજન કરતા હતા .ને તેમનું નામ નાનચંદ ભાઈ હતું.તેમને એક દીકરા હતા .તે દીકરાનું નામ જીતેન્દ્ર હતું. તે જીતેન્દ્રભાઈ પણ સારા ભક્ત હતા ને તે પણ ખૂબ જ ભગવાનની ભક્તિ કરે ,ભગવાનના નિયમો બરાબર પાલન કરતા,તેમની ઉંમર ૨૩ વર્ષની થઈ ત્યારે તે જીતેન્દ્રભાઇ ના પિતા નાનચંદભાઈ કહે હે પુત્ર , તમો મોટા થયા માટે તમારા સારા ઠેકાણે લગ્ન કરીએ તે સાંભળી તે જીતેન્દ્ર બોલ્યા , ભલે પિતાશ્રી આપની જેમ આજ્ઞા હોયે તેમ વરતું .આગળના જમાનામાં માતા પિતા જે કન્યા જોઈ આવે તે કન્યા સાથે પોતાના પુત્રને પરણાવતા હતા. તેમના માતા પિતા એક સારું ગામ હતું. ત્યાના એક સારા સજ્જન માણસ હતા તે પણ ભગવાનનું ભજન બરાબર કરતા. તેમનું નામ રૂપચદભાઇ હતું. તે રૂપચંદને ઘેર સારી કન્યા હતી. તે કન્યાનું નામ રામબેન હતું, તે રામબેન પણ સારી ભક્તિ કરે, ભગવાનનના નિયમો બરાબર પાલન કરે તે કન્યાની ઉંમર ૨૧ વર્ષની થઇ ત્યારે એ કન્યાના પિતા તે કન્યાને કહે, અરે રામબેન તમારી ઉંમર મોટી થઇ તેથી તમને સારે ઠેકાણે લગ્ન કરીયે તે સાંભળી તે રામબેન બોલી કે ભલે પિતાશ્રી...