Posts

ચાર વખત 🤴

 * ચાર વખત *  બીજુ ભગવાનની ભક્તિ કરવી એજ સાચુ કામ કરવાનું છે બાકી તો આ બધુ ખોટું છે ને અંતે કાંઈ કામ નહિ આવે માટે ભજન કરી લેવુ. બીજુ એક વખતે ઈન્દ્રરાજાના સિંહાસન ઉપર એક મંકોડો ચડવા માટે પ્રયત્ન કરતો હતો. પણ તે મંકડો પડી જાય ને ફરી ચડે તે જોઈને ઈન્દ્રરાજાને અભિમાન થયુ કે, આ તુચ્છ મંકોડો શુ આ મારી ગાદી પર બેસી શકે? ત્યારે ભગવાનની પ્રેરણાથી મંકોડાને વાચા થઈ. ને એ મંકોડો  કહે હું અહીં *ચાર વખત બેસી ગયો છું.* પણ મેં ભગવાનની ભક્તિ બરોબર નહી કરી હોય તેથી આ મને 🐜 મંકોડાનો અવતાર આવ્યો છે. તે ગીતામાં કર્મયોગ, જ્ઞાનયોગ ને ભક્તિયોગ વિશે બહુ સારી રીતે સમજાવ્યા છે. તેમા કર્મયોગી સ્વર્ગને પામે છે. ભક્તિયોગથી મોક્ષ મળે છે તેમા ભક્તિયોગ ત્રણમાં શ્રેષ્ઠ છે ભક્તિ કરતાં આ જન્મે અધુરી રહી જાય તો બીજો જન્મ સારે ઠેકાણે મળે છે. ભક્તિ કરવી એજ કઠણ છે. જેનું મન મેલું હોય તે ભક્તિ કરીજ ન શકે. કરોડો જન્મના પુણ્યના ઉદયે સત્સંગ મળે છે. ને ભગવાન ઓળખાય ને ભક્તિ કરી શકાય છે. ને બ્રહ્માંડ આખુ જીવથી ભર્યું છે. તેમા ભગવાન રાખવા તે સાચુ તપ છે ને? મન ગમતું છોડી દેવુ તેજ ખરો ભક્ત છે. બીજુ ગુરૂની આજ્ઞા પ્રમાણે ...

અચાનક

 અચાનક... ******* .                 શ્રીજી પ્રસન્નતાર્થે                  બીજું સ.ગુ. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં લખ્યું છે કે અમને નવાઇ તો એ વાતની થાય છે કે જ્યાંથી ક્યારેય પાછા આવવાનું નથી તે કામ આપણે બરાબર કરતા નથી. અને જ્યાંથી કઈ ઘડીએ ઉચાળા ઉપાડવા પડશે તે કાંઈ નક્કી નથી,ત્યાં આ જીવ પાતાળમાં પાયા નાખી બેઠો છે તે ઉપર બગદાલ ઋષિનું દ્રષ્ટાંત આપ્યું કે તે ઋષિને કોઈએ પૂછ્યું તમારી ઉંમર કેટલી તો કહે આ નાળિયેર પડ્યા એટલા (૭૮) રામાવતાર થઈ ગયા તેટલી આવરદા છે.ત્યારે તે ભાઈએ કહ્યું કે તમને રહેવા માટે ઝૂંપડી જેવું તો કાંઈ બાધો તે સાંભળી ઋષિ બોલ્યા કે થોડા કાળ જીવવું અને ઝૂંપડી  શું બાંધવી જુવો આ ઋષિનું કેટલું લાંબુ આયુષ્ય હતું તો તેમણે રહેવા માટે ઝૂંપડી પણ ન બનાવી પણ આપણે તો આ દુનિયામાંથી અચાનક જવાનું છે તો કેટલા મોટા બંગલા બનાવી છીએ તે ભલે બંગલા બનાવો પણ એમ જાણવું કે આ બધું ખોટુ છે ને અચાનક આપણે આ દુનિયામાંથી જવાનું થાશે એમ જાણી ભજન વિશેષ કરવું. શ્રી હરિ ઉપદેશામૃત 📙 ક્ર.નં. :૯૦. પે. નં:૯૫

એકાંતિક ભક્ત

 *વિરોધીઓ ભોંઠા પડ્યા* અંજારના એકાંતિક ભક્ત પ્રાગજીભાઈ *************************       કચ્છમાં અંજાર શહેરમાં ગગરાણી ફળિયામાં પ્રાગજીભાઈના આંગણે એક તેજસ્વી મુખાકૃતિ ને તપે કરીને કૃશ હોય એવા એક પવિત્ર સાધુ ભિક્ષા માટે આવીને ઉભા. “નારાયણ હરે, સચ્ચિદાનંદ પ્રભો….!” પ્રાગજીભાઈના બેન કાશીબા બહાર આવ્યાં ને પૂછયું. “બાવાજી..! ભિક્ષામાં શું લાવું?” ત્યારે સાધુ મહારાજે કહ્યું, “મૈયા, થોડા મગ આપો.” કાશીબા તો સુપડું ભરીને મગ લઈ આવ્યા ને સાધુને આપવા ગયા, ત્યાં સાધુ મહારાજે કહ્યું “મૈયા, અમારે તો આટલા બધા ન ખપે, અમને તો બે જ મુઠી મગ જોઈએ.” બાઈ તો આવા નિર્લોભી અને અલ્પહારી ભિક્ષુકને જોઈ પ્રભાવિત થયાં, પોતાની આંખનાં આંસુ લૂંછી બે મુઠી મગ સાધુને આપ્યાં. સાધુએ પૂછ્યું, “હે માં, તમે કેમ શોકાતુર છો?” તે સાધુ મહારાજ એટલું કહે ત્યાં તો બાઈ મોટેથી રડી પડયાં. સાધુ મહારાજે એ કાશીબાઇને શાંત રાખ્યા, પછી કાશીબા કહે 'મહારાજ મારો ભાઈ પ્રાગજી થોડા મહિના પહેલાં જ પરણેલો તે યજમાન વૃત્તિના કામે હાલમાં ભાલ પ્રદેશમાં ગયેલ ત્યાંથી સમાચાર આવ્યા  છે કે તે મૃત્યુ પામ્યાં છે ને આજે તો તેનો નવમો દિવસ છે....

અચાનક

  બીજું સ.ગુ. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં લખ્યું છે કે અમને નવાઇ તો એ વાતની થાય છે કે જ્યાંથી ક્યારેય પાછા આવવાનું નથી તે કામ આપણે બરાબર કરતા નથી. અને જ્યાંથી કઈ ઘડીએ ઉચાળા ઉપાડવા પડશે તે કાંઈ નક્કી નથી,ત્યાં આ જીવ પાતાળમાં પાયા નાખી બેઠો છે તે ઉપર બગદાલ ઋષિનું દ્રષ્ટાંત આપ્યું કે તે ઋષિને કોઈએ પૂછ્યું તમારી ઉંમર કેટલી તો કહે આ નાળિયેર પડ્યા એટલા (૭૮) રામાવતાર થઈ ગયા તેટલી આવરદા છે.ત્યારે તે ભાઈએ કહ્યું કે તમને રહેવા માટે ઝૂંપડી જેવું તો કાંઈ બાધો તે સાંભળી ઋષિ બોલ્યા કે થોડા કાળ જીવવું અને ઝૂંપડી  શું બાંધવી જુવો આ ઋષિનું કેટલું લાંબુ આયુષ્ય હતું તો તેમણે રહેવા માટે ઝૂંપડી પણ ન બનાવી પણ આપણે તો આ દુનિયામાંથી અચાનક જવાનું છે તો કેટલા મોટા બંગલા બનાવી છીએ તે ભલે બંગલા બનાવો પણ એમ જાણવું કે આ બધું ખોટુ છે ને અચાનક આપણે આ દુનિયામાંથી જવાનું થાશે એમ જાણી ભજન વિશેષ કરવું. શ્રી હરિ ઉપદેશામૃત  ક્ર.નં. :૯૦. પે. નં:૯૫

મન ગાંડું ભગવાનનું ભજન કર

બીજું મોટા સત્પુરુષોએ લખેલ છે કે   ' રટ રટ રે મન બાવરે એક નામ હરિ કો બીત જાત હે,અવસર એ સો જયુ લોહે કો તાવ ' આનો એ અર્થ છે કે મન ગાંડું તું ભગવાન નું ભજન કર. આ ભજન કરવાનો સારો યોગ મળ્યો છે.કેવો યોગ તો જેમ લોઢાના બંને છેડા તપાવે ને તેમાં ઘા મારે તો તે લોઢાના છેડા ભેગા થઈ જાય.તેવી રીતે આજે આપણા ઉપર ભગવાને દયા કરીને આવો દીવ્ય સત્સંગનો યોગ આપણાને આપ્યો છે. તે આવા યોગને પામીને આપણે ભગવાનનું ભજન કરી લેવું તે આપણે સાચે ભાવે ભજન કરીશું. તો જરૂર દયાળુ ભગવાન આપણો મોક્ષ કરશે માટે આપણે આનંદમાં ભગવાનનું ભજન કરવું. શ્રી હરિ ઉપદેશામૃત : ક્ર.નં:૧૭૮ પે.નં :૨૫૧

ત્રણેયને ધન્યવાદ છે

  બીજુ ગુજરાતમાં એક ગામમાં સારા શેઠ હતા તે ખુબ જ ભગવાનનું ભજન કરતા હતા .ને તેમનું નામ નાનચંદ ભાઈ હતું.તેમને એક દીકરા હતા .તે દીકરાનું નામ જીતેન્દ્ર હતું. તે જીતેન્દ્રભાઈ પણ સારા ભક્ત હતા ને તે પણ ખૂબ જ ભગવાનની ભક્તિ કરે ,ભગવાનના નિયમો બરાબર પાલન કરતા,તેમની ઉંમર ૨૩ વર્ષની થઈ ત્યારે તે જીતેન્દ્રભાઇ ના પિતા નાનચંદભાઈ કહે હે પુત્ર , તમો મોટા થયા માટે તમારા સારા ઠેકાણે લગ્ન કરીએ તે સાંભળી તે જીતેન્દ્ર બોલ્યા , ભલે પિતાશ્રી આપની જેમ આજ્ઞા હોયે તેમ વરતું .આગળના જમાનામાં માતા પિતા જે કન્યા જોઈ આવે તે કન્યા સાથે પોતાના પુત્રને પરણાવતા હતા. તેમના માતા પિતા એક સારું ગામ હતું. ત્યાના એક સારા સજ્જન માણસ હતા તે પણ ભગવાનનું ભજન બરાબર કરતા. તેમનું નામ રૂપચદભાઇ હતું. તે રૂપચંદને ઘેર સારી કન્યા હતી. તે કન્યાનું નામ રામબેન હતું, તે રામબેન પણ સારી ભક્તિ કરે, ભગવાનનના નિયમો બરાબર પાલન કરે તે કન્યાની ઉંમર ૨૧ વર્ષની થઇ ત્યારે એ કન્યાના પિતા તે કન્યાને કહે, અરે રામબેન તમારી ઉંમર મોટી થઇ તેથી તમને સારે ઠેકાણે લગ્ન કરીયે તે સાંભળી તે રામબેન બોલી કે ભલે પિતાશ્રી...

નિર્દોષ મુર્તિ મૂળજી બ્રહ્મચારી

 નિર્દોષ મુર્તિ મુળજી બ્રહ્મચારી *************************    એકવખતે શ્રીહરિ સેવક મુળજી બ્રહ્મચારી સાથે વિચરણ કરતા ગામ ભાદરા પધાર્યા હતા. તે મુળજી બ્રહ્મચારીને શ્રીહરિએ પોતાની મોજડીને તેલ ચોપડવા કહ્યુ, તેથી બ્રહ્મચારી મોજડી લઇને ઓસરીની કોરે તેલ ચોપડવા બેઠા હતા. એ સમયે વશરામ સુતાર ત્યાં આવ્યા ને ભોળા સ્વભાવના મુળજી બ્રહ્મચારી પાસેથી આગ્રહે કરીને મોજડી લઇને પોતે ચોપડવા મંડયા. બરાબર એજ વખતે શ્રીહરિ ઓરડામાંથી બહાર ઓસરીમાં આવ્યાને વશરામ સુતારને પુછવા લાગ્યાં જે “વશરામ કોના જોડા ચોપડે છે?” એટલે તે કાંય ન બોલ્યા એટલે શ્રીહરિ મુળજી બ્રહ્મચારી પ્રત્યે બોલ્યા જે “અલ્યા બ્રહ્મચારી, તમે એના પાહે જોડા ચોપડાવો છો કે?” ત્યારે મુળજી બ્રહ્મચારી હાથ જોડીને બોલ્યા જે “અરે મહારાજ, મેં તો ધણીય ના કહી, તોય બળાત્કારે મારા પાહેથી લઇને તેઓ ચોપડવા મંડયા છે..!” તે સુણીને મહારાજ બોલ્યા જે “ આજથી જોડા પહેરે તે હરામ ખાય..!” ત્યારે બ્રહ્મચારી બોલ્યા જે “ભલે મહારાજ, સાત વખત હરામ ખાઉ, જોડા પહેરું તો..!”  પછી વળી થોડા દિવસ સાથે વિચરણ કરતા શ્રીજી મહારાજે બ્રહ્મચારીને વાંકમાં લાવીને ઘી-ગોળ ખાવાની પણ બં...