ચાર વખત 🤴
* ચાર વખત * બીજુ ભગવાનની ભક્તિ કરવી એજ સાચુ કામ કરવાનું છે બાકી તો આ બધુ ખોટું છે ને અંતે કાંઈ કામ નહિ આવે માટે ભજન કરી લેવુ. બીજુ એક વખતે ઈન્દ્રરાજાના સિંહાસન ઉપર એક મંકોડો ચડવા માટે પ્રયત્ન કરતો હતો. પણ તે મંકડો પડી જાય ને ફરી ચડે તે જોઈને ઈન્દ્રરાજાને અભિમાન થયુ કે, આ તુચ્છ મંકોડો શુ આ મારી ગાદી પર બેસી શકે? ત્યારે ભગવાનની પ્રેરણાથી મંકોડાને વાચા થઈ. ને એ મંકોડો કહે હું અહીં *ચાર વખત બેસી ગયો છું.* પણ મેં ભગવાનની ભક્તિ બરોબર નહી કરી હોય તેથી આ મને 🐜 મંકોડાનો અવતાર આવ્યો છે. તે ગીતામાં કર્મયોગ, જ્ઞાનયોગ ને ભક્તિયોગ વિશે બહુ સારી રીતે સમજાવ્યા છે. તેમા કર્મયોગી સ્વર્ગને પામે છે. ભક્તિયોગથી મોક્ષ મળે છે તેમા ભક્તિયોગ ત્રણમાં શ્રેષ્ઠ છે ભક્તિ કરતાં આ જન્મે અધુરી રહી જાય તો બીજો જન્મ સારે ઠેકાણે મળે છે. ભક્તિ કરવી એજ કઠણ છે. જેનું મન મેલું હોય તે ભક્તિ કરીજ ન શકે. કરોડો જન્મના પુણ્યના ઉદયે સત્સંગ મળે છે. ને ભગવાન ઓળખાય ને ભક્તિ કરી શકાય છે. ને બ્રહ્માંડ આખુ જીવથી ભર્યું છે. તેમા ભગવાન રાખવા તે સાચુ તપ છે ને? મન ગમતું છોડી દેવુ તેજ ખરો ભક્ત છે. બીજુ ગુરૂની આજ્ઞા પ્રમાણે ...