મોટા પુરુષને વિશે નિર્દોષ બુદ્ધિ

 બીજું મોટા સત્પુરુષને  ઓળખીને  તેમનો શુદ્ધ ભાવે સમાગમ કરવો. તે મોટા સતપુરુષ તો કેવા છે  તો સમુદ્ર જેવા છે. સમુદ્રમાં ઝેરી સાપ  - મગરમચ્છ- માછલા વગેરે અનંત જીવો રહ્યા છે તે બધાને એક જ પાણીમાં રાખે છે. જરાપણ પક્ષપાત રાખતા નથી. એમ  મોટા સતપુરુષ પણ મોટાથી લઈને નાના સુધીના વિવિધ પ્રારબ્ધ કર્મોવાળા દરેક જીવને રાખે તેને કોઈ વ્હાલો કે ખરાબ હોતો જ નથી. જેમ સમુદ્રમાં ગમે તેટલી નદીઓ  આવેલ છે તથા મોટા મોટા જીવો ખુબ જ પાણી પીએ છે.  છતા સમુદ્ર જરાપણ ઓછો થતો નથી. તેમાં વધઘટ થાય નહીં. હમેશાં સ્થિર રહે  એમ મોટા  સત પુરુષ  પણ સુખના ભંડાર જેવા છે.કોઈને વધુ ઓછું સુખ મળે  તો એ તો પાત્રતા પ્રમાણે થાય માટે મોટા પુરુષ સાથે જીવ જોડી દેવો તથા તેની સાથે અંતરનું હેત રાખવું. બહારથી હેત ઘણું બતાવે પણ અંતરમાં હેત ન રહે તો તે શા કામનો માટે અંતરવૃત્તિથી જોડાઈ જવું. મોટા પુરુષને નિષ્કાળી,  નિર્વિકારી - નિર્દોષ સમજે તો પોતે પણ  નિર્દોષ થઈ જાય છે. તે ( ગઢડા પ્ર.૫૮) ના વચનામૃતમાં લખેલ છે. 

બીજું 'માતા પિતા યુવતી  સુત - બાંધત સંગ ચલત નહીં કોઈ સમજન હરિ ભજતા સુખ હોય ' (પૂ.બ્રહ્માનંદ સ્વામી) એ કીર્તનમાં લખેલ છે. 


ક્રમશ..........

શ્રી હરિ ઉપદેશામૃત  

ક્ર.નં.:90 પેજ નં.:95



Comments

Popular posts from this blog

ચાર વખત 🤴

અચાનક