ત્રણેયને ધન્યવાદ છે

 બીજુ ગુજરાતમાં એક ગામમાં સારા શેઠ હતા તે ખુબ જ ભગવાનનું ભજન કરતા હતા .ને તેમનું નામ નાનચંદ ભાઈ હતું.તેમને એક દીકરા હતા .તે દીકરાનું નામ જીતેન્દ્ર હતું. તે જીતેન્દ્રભાઈ પણ સારા ભક્ત હતા ને તે પણ ખૂબ જ ભગવાનની ભક્તિ કરે ,ભગવાનના નિયમો બરાબર પાલન કરતા,તેમની ઉંમર ૨૩ વર્ષની થઈ ત્યારે તે જીતેન્દ્રભાઇ ના પિતા નાનચંદભાઈ કહે હે પુત્ર , તમો મોટા થયા માટે તમારા સારા ઠેકાણે લગ્ન કરીએ તે સાંભળી તે જીતેન્દ્ર બોલ્યા , ભલે પિતાશ્રી આપની જેમ આજ્ઞા હોયે તેમ વરતું .આગળના જમાનામાં માતા પિતા જે કન્યા જોઈ આવે તે કન્યા સાથે પોતાના પુત્રને પરણાવતા હતા. તેમના માતા પિતા એક સારું ગામ હતું. ત્યાના એક સારા સજ્જન માણસ હતા તે પણ ભગવાનનું ભજન બરાબર કરતા. તેમનું નામ રૂપચદભાઇ હતું. તે રૂપચંદને ઘેર સારી કન્યા હતી. તે કન્યાનું નામ રામબેન હતું, તે રામબેન પણ સારી ભક્તિ કરે, ભગવાનનના નિયમો બરાબર પાલન કરે તે કન્યાની ઉંમર ૨૧ વર્ષની થઇ ત્યારે એ કન્યાના પિતા તે કન્યાને કહે, અરે રામબેન તમારી ઉંમર મોટી થઇ તેથી તમને સારે ઠેકાણે લગ્ન કરીયે તે સાંભળી તે રામબેન બોલી કે ભલે પિતાશ્રી તમારી જે આજ્ઞા હોય તે પ્રમાણે કરું, એ વિચારી આ કન્યાના પિતા સારા ઠેકાણા ગોતતા હતા. ત્યાં એક સારા માણસ એમને ઘેર આવ્યા. તેણે આ રૂપચંદ ભાઈને વાત કરી કે, જો તમારે આ કન્યાના લગ્ન કરવા હોય તો એક સારા સજ્જન માણસ જે નાનચંદભાઈ છે ને તેમના એક દિકરા છે તેનું નામ જીતેન્દ્ર છે તો તેમની જોડે જો તમારી આ કન્યાને પરણાવી હોયે તો સારૂ છે એ સાંભળી આ રૂપચંદભાઈ તે નાનચંદભાઈને ઘેર ગયા ને તે નાનચંદભાઈને આ રૂપચંદભાઇ કહે કે જો તમારી ઈરછા હોયે તો આ મારી દિકરી જોડે તમારા દિકરા જીતેન્દ્ર ની સાથે લગ્ન કરીયે તે સાંભળી આ નાનચંદભાઇ આ રૂપચંદભાઈને ઓળખતા હતા ને તે કન્યાને પણ ઓળખતા હતા. તેથી તે નાનચંદભાઈએ હા પાડીને બંનેનું સગપણ કર્યું કેમ કે આગળના જમાનામાં બને પક્ષના માતા પિતા જોઈને સગપણ કરતા હતા તેથી તે નાનચંદભાઈયે પોતાના દિકરા જીતેન્દ્રને કાંઈ અગાઉથી પૂછ્યું નહિ ને સગપણ કર્યા પછી વાત કરી તેથી તે જીતેન્દ્રભાઈએ વાત કરી કે ભલે પિતાશ્રી ભલે માતૃશ્રી તમોએ જે મારું સગપણ કર્યું તે સારું જ હશે. પછે થોડા મહિના ગયા પછે બંનેના લગ્નની તૈયારી કરી આ નાનચંદભાઈ જાન જોડી રૂપચંદભાઈને ત્યાં લગ્ન કરવા ગયા તે લગ્ન ખુબ જ ધામધૂમ થી કર્યા અને બ્રાહણે વેદ વિધિ પ્રમાણે લગ્ન કરાવ્યા. બને વેવાઈ ખુબ જ રાજી થયા ને લગ્ન થઇ ગયા પછી કન્યાને વળાવવાનો ટાઈમ થયો.. કન્યાને વળાવવા સમય આ રૂપચંદભાઈ પોતાના જમાઈ જે જીતેન્દ્રભાઈને ભલામણ કરે છે કે મારા સારા જમાઈ આ મારીદિકરીને તમો બરાબર સાચવજો. તેને જરાપણ તકલીફ ન પડે તે પ્રમાણે શાંતિથી રાખજો ને તેથી વિશેષ કે આ તમારી બેન છે તેને તમો કેવી સારી રીતે સાચવો છો ને. તેની જોડે તમો કેવો સારો વ્યવહાર રાખોછો તેવી જ રીતે આ મારી દિકરી રામબેન જોડે વ્યવહાર રાખજો. ને સારી રીતે સાચવશો. તે સાંભળી આ. જીતેન્દ્રભાઈ તેમના જમાઈ કહે ભલે સસરાજી તમો જરાપણ ચિંતા ન કરજો આ તમારી દિકરીને હું બરાબર તમારી સૂચના મુજબ સાચવીશ. એમ પરણીને નાનચંદભાઈ પોતાને ઘેર આવ્યા ને તેમના દિકરા જે જીતેન્દ્રભાઈ તેમણે તેમના સસરાએ ભલામણ કરેલ હતી કે તમારી બેનને જેમ સાચવો છો ને તે બેન તેની સાથે જેમ વ્યવહાર રાખો છો તેવો જ વ્યવહાર આ. મારી દિકરી સાથે રાખજો, તો તે જીતેન્દ્રભાઈ પરણીને પોતાને ઘેર આવ્યા ને તેના ધર્મ પત્ની જોડે બોલે ચાલે તે રસોઈ બનાવી દે તે જમેં પણ તે પત્ની સાથે ગ્રહસ્થના નિયમમાં તે પ્રમાણે વરતે નહી તે વાતની તે જીતેન્દ્રભાઈ યે તેના માતા પિતાને ખબર ન પડવા દીધી, એમ કરતા બે ત્રણ વર્ષ થયા તો તે જીતેન્દ્ર ભાઈને સંતાન ન થયું તેથી તેના સસરા ને તથા તે જીતેન્દ્રભાઈના પિતાને ખબર પડી કે આ જીતેન્દ્રને કોઈ બાળક થયુ નથી તેથી તેના સસરાએ વિચાર કર્યો મારે બીજી દિકરી છે તે પણ ઉંમર લાયક થઇ. છે તો પેલા મારી દીકરીને કાઈ સંતાન નથી તો અમારી બીજી દીકરીને એ જીતેન્દ્રભાઈ જોડે પરણાવું એમ વિચાર કરી આં રૂપચંદભાઈએ પોતાના વેવાઈ જે નાનચંદભાઈ ને વાત કરી કે મારી મોટી દિકરી ને કાંઈ સંતાન નથી તો આ બીજી દિકરી મારી ઉંમર લાયક થઈ છે તો તે દિકરીને તમારા પુત્ર જીતેન્દ્ર જોડે પરણાવું તે આ નાનચંદભાઈયે બીજી કાંઈ ઊંડા ઉતરીને વિચાર ન કર્યો તેથી તેમણે હા પાડી કે ભલે તમારી નાની દીકરીને મારા દીકરા જોડે પરણાવીયે એમ નક્કી કરી આ નાંનચંદભાઈયે પોતાના દીકરા જીતેન્દ્રભાઈને વાત કરી તો આગળના જમાનામાં દીકરા દીકરી જે હોયે તેની માતા તથા પિતા જે      

  પ્રમાંણે આજ્ઞા આપે તેમ વરતતા હતા હમણાંની પેઠે કાઇ દલીલ ન કરતા. એમ વિચારી બીજી કન્યા સાથે સગપણ કર્યું ને બે ચાર મહિને આં જીતેન્દ્રના લગ્નની તૈયારી કરી તે આગળની કન્યા જોડે જે લગ્ન થયા હતા તે કન્યાએ પણ હા પાડી કે ભલે પ્રેમથી મારી નાની બેન જોડે લગ્ન કરે એમ બધાની સંમતિથી તે આ જીતેન્દ્રભાઇના લગ્નની તૈયારી કરી. જાન જોડી રૂમચંદભાઈને ઘેર ગયા અને બ્રાહ્મણે વેદવિધી પ્રમાણે લગ્ન કરાવ્યા ને કન્યાને વળાવવાનો ટાઈમ થયો ત્યારે આં રૂપચંદભાઈ પોતાના વેવાઈ જે નાનચંદભાઈને ભલામણ કરે કે આ મારી દીકરીને તમો બરાબર સાચવજો તે સાંભળી નાનચંદભાઈએ કહ્યું કે તમો જરાપણ ચિંતા ન કરશો.તમારી દીકરીને બરાબર સાચવશું.ને તે રૂપચંદભાઈ પોતાના જમાઈ જે જીતેન્દ્રભાઇને ભલામણ કરે છે કે હે મારા વહાલા જમાઈ આ મારી દીકરીને જેમ તમે પેલા મારી મોટી દિકરીને બરાબર સાચવી છે તેની જોડે તમોએ સારો વ્યવહાર કર્યો છે તેથી તે બરાબર સુખી છે ને તે જે મારી મોટી દિકરીના પ્રમાણે આ મારી દિકરીને પણ બરાબર સાચવશો,એમ કહી રૂપચંદભાઈએ જાનને વિદાય આપી.નાનચંદભાઈ તથા તેમના સર્વે સબંધીઓ ઘેર આવ્યાને આ જીતેન્દ્રભાઈ તો જેમ પેલાની પત્ની હતી ને તેની સાથે જે વ્યવહાર રાખતા હતા તેવી જ રીતે આ પત્નીની જોડે પણ વ્યવહાર રાખતા,કેમ કે તેમના સસરાએ કહેલ કે પેલા જે મારી દિકરી સાથે જેમ વર્તતા હતા તેવી જ રીતે આ મારી નાની દિકરી જોડે વરતજો. તે આ જીતેન્દ્રભાઈ ગૃહસ્થ હતા,બને પત્ની હતી પણ તેમણે સસરાની આજ્ઞા બરાબર પાલન કરીને પોતે બ્રહ્મચર્ય બરાબર પાલન કર્યું.અહો ધન્ય છે ધન્ય છે આ જીતેન્દ્રભાઈને કે પોતે લગ્ન કર્યાં બબે પત્નીઓ પણ સસરાની આજ્ઞા બરાબર પાલન કરી, આગળના જમાનામાં માણસો પોતાના માતાપિતાની આજ્ઞા તો બરાબર પાલન કરતા પણ આ જીતેન્દ્ર ભાઈએ તો પોતાના સસરાને વડીલ માની તેની પણ આજ્ઞા બરાબર પાલન કરી. આના ઉપરથી શું લેવાનું કે ,હે વહાલા ભક્તો,હે વહાલા સજ્જનો જુઓ આ જીતેન્દ્રભાઇ ની યુવાની અવસ્થા હતી, બબે પત્નીઓ હતી પણ સસરાને વડીલ તરીકે જાણી તેમણે બરાબર સસરાની આજ્ઞા પાલન કરી તે તમારે આવી રીતે બ્રહ્મચર્ય પાલન કરવાની જરૂર નથી પણ,ગૃહસ્થના જે નિયમો કહેલા છે તેને યોગ્ય રીતે પાલન કરવા એ જ સારા સદગૃહસ્થનું ખરૂ કર્તવ્ય છે ને આં મનુષ્ય જન્મ પામીને ભગવાનના નિયમ પ્રમાણે વર્તવું એ જ મનુષ્ય માત્રની ફરજ છે .બીજુ જે જીતેન્દ્રભાઈ આવી રીતે વર્તે તેથી બીજા પત્નીને પણ બાળક ન થયું . પછે તે જીતેન્દ્રભાઇના સસરા તથા જીતેન્દ્રભાઇ ના પિતાએ બરાબર તપાસ કરી કે આં બબે પત્નીઓને બાળક કેમ ન થયું,પછે ખબર પડી કે જીતેન્દ્ર એ બ્રહ્મચર્ય વ્રત પાલન કર્યું છે. તેથી તેના સસરાને થયું કે મે ભૂલ કરી કે આવી રીતે કહ્યું તે સસરાના મનમાં એમ હતું કે મારી દિકરીઓ ને જરાપણ દુઃખી ન થાયે તેથી તેમણે એમ કહ્યું પણ પછે તે સસરાને પોતાની ભૂલ સમજાણી કે મે વધારે પડતું કહ્યું.પછે તે સસરાએ પોતાના વેવાઈ જે નાનચંદભાઈને વાત કરી કે મે વધારે પડતી ભલામણ કરી તે મારી ભૂલ કહેવાય,પણ હવે તમો તથા તમારે ઘરેથી એમ આપણે ચારે ભેળાં થઈ તમારા પુત્ર જીતેન્દ્રભાઇ ને સમજાવીએ કે ગૃહસ્થના નિયમો પ્રમાણે વરતે એમ ચારે જણા મળી આ જીતેન્દ્રભાઇ ને સમજાવ્યા કે હવે તમો ગૃહસ્થના નિયમ પ્રમાણે વર્તો .સસરાએ માફી માગીને મારી ભૂલ થઈ ગઈ તમને વધારે પડતું કહેવાય ગયું માટે તે માફ કરો ,ને હવે ગૃહસ્થના નિયમ પ્રમાણે વર્તો. એ ચારેયની વાત સાંભળી આ જીતેન્દ્રભાઈ કહે ,અરે હે વડીલો તમોએ કહ્યું તે મે સાંભળ્યું પણ મારે હવે ગૃહસ્થના નિયમ પ્રમાણે વર્તવાની જરાપણ ઈચ્છા નથી.તમો સર્વે વડીલોની આજ્ઞા પ્રમાણે વર્તવાથી મને સંતોષ છે માટે હે મારા વહાલા માતા - પિતા હે મારા વડીલ સસરા સાસુ તમો જરાપણ ચિંતા ન કરશો મારે હવે ગૃહસ્થના નિયમ પ્રમાણે વરતવાની જરાપણ ઈચ્છા નથી.મારે આ નિયમ પ્રમાણે વરતી મારા આત્માનું કલ્યાણ કરી લેવું એ જ મારી ઈચ્છા છે.તો તમો સર્વ રાજી રહેશો,ને જીતેન્દ્રભાઈની બને પત્નીઓ પણ જીતેન્દ્રભાઇ ની વાતને ટેકો આપ્યો કે આપણે ત્રણે ભગવાનનું ભજન કરી આપણા જીવાત્માનું કલ્યાણ કરી લેવું તેથી તે ત્રણે ખુબજ ભગવાનનું ધ્યાન ભજન કરે,તે ત્રણ્યેયની વાતની આખા ગામમાં ખબર પડી ગઇ તેથી ત્રણેયને ધન્યવાદ સજ્જન માણસો આપવા મંડ્યા કે અહો આ ત્રણેયને ધન્યવાદ છે.પછે તે જીતેન્દ્ર નો ઘણા માણસો સમાગમ કરવા આવે ને તે જિતેન્દ્રભાઈએ ઘણાકને સત્સંગ કરાવ્યો તથા જીતેન્દ્રભાઇ ના ધર્મપત્ની બને પાસે ઘણાક બહેનો સત્સંગ કરવા આવે તેથી તે બનેયે ઘણાક બહેનોને સત્સંગ કરાવ્યો ને આ ત્રણેય જણા આં જીવન પર્યંત બ્રહ્મચર્ય પાલન કરી ભગવાનનું ભજન કર્યું.અહો ધન્ય છે ધન્ય છે કે ગૃહસ્થાશ્રમમાં રહીને આવું બ્રહ્મચર્ય પાલન કરવું એ તો ખાંડાની ધાર સમાન કહેવાયે.ત્યાગી હોયે તેને તો સ્ત્રીનો નો પ્રસંગ ન હોયે તેને તે બ્રહ્મચર્ય પાલન કરવામાં તકલીફ ન પડે,પણ આ તો ગૃહસ્થાશ્રમમાં રહી સ્ત્રીના સહવાસમાં રહી આવી રીતે બ્રહ્મચર્ય વ્રત પાલન કરવું તે તો બહુજ કઠણ કહેવાય.પણ આ જીતેન્દ્રભાઈએ આવી રીતે બ્રહ્મચર્ય પાલન કરી ભગવાનની ભક્તિ કરવી તે તેમના મોટા ભાગ્ય કહેવા ને તેમના ઉપર ભગવાનની ઘણી જ દયા કહેવાય ને ત્રણેયે ખુબ જ ભગવાનનું ભજન કર્યું .ભગવાનની આજ્ઞા બરાબર પાલન કરી તેથી દેહને અંતે તે જીતેન્દ્રભાઇ ને ભગવાને દર્શન આપ્યા ને ભગવાન તેમને ધામમાં લઇ ગયા.થોડા સમયમાં તેના એક પત્નીને દર્શન આપી ભગવાન ધામમાં લઈ ગયા ને પછે થોડા સમયમાં બીજા પત્નીને ભગવાન દર્શન આપી તેને પણ ધામમાં લઇ ગયા.અહો જુઓ આં ગૃહસ્થાશ્રમમાં રહીને પણ કેવું પવિત્ર જીવન ગાળ્યું તેથી જે મોટા યોગીઓને પણ ન મળે એવું ભગવાનના ધામનું સુખ ભગવાને તેમને આપ્યું.આના ઉપરથી શું લેવાનું કે ,પોતાના સસરાએ લગ્ન વખતે વાત કરી તો પોતે તે નિયમ બરાબર પાલન કર્યું.તો હે વહાલા ભક્તો,હે વહાલા સજ્જનો આપણે આવું કઠણ નિયમ લેવાની જરૂર નથી પણ ભગવાને જે ગૃહસ્થના નિયમ કહેલ છે તેમાં કાળજી રાખી વરતવાથી ભગવાન રાજી થાશે તો આપણે જેમ બને તેમ ભગવાનનું ભજન વિશેષ કરવું. ભગવાનની આજ્ઞા બરાબર પાલન કરવી. 

શ્રી હરિ ઉપદેશામૃત ક્ર ન- ૨૮૪ પેજ નં:૫૩૦

Popular posts from this blog

ચાર વખત 🤴

અચાનક

મોટા પુરુષને વિશે નિર્દોષ બુદ્ધિ