મન ગાંડું ભગવાનનું ભજન કર
બીજું મોટા સત્પુરુષોએ લખેલ છે કે ' રટ રટ રે મન બાવરે એક નામ હરિ કો બીત જાત હે,અવસર એ સો જયુ લોહે કો તાવ ' આનો એ અર્થ છે કે મન ગાંડું તું ભગવાન નું ભજન કર. આ ભજન કરવાનો સારો યોગ મળ્યો છે.કેવો યોગ તો જેમ લોઢાના બંને છેડા તપાવે ને તેમાં ઘા મારે તો તે લોઢાના છેડા ભેગા થઈ જાય.તેવી રીતે આજે આપણા ઉપર ભગવાને દયા કરીને આવો દીવ્ય સત્સંગનો યોગ આપણાને આપ્યો છે. તે આવા યોગને પામીને આપણે ભગવાનનું ભજન કરી લેવું તે આપણે સાચે ભાવે ભજન કરીશું. તો જરૂર દયાળુ ભગવાન આપણો મોક્ષ કરશે માટે આપણે આનંદમાં ભગવાનનું ભજન કરવું. શ્રી હરિ ઉપદેશામૃત : ક્ર.નં:૧૭૮ પે.નં :૨૫૧