અચાનક

 બીજું સ.ગુ. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં લખ્યું છે કે અમને નવાઇ તો એ વાતની થાય છે કે જ્યાંથી ક્યારેય પાછા આવવાનું નથી તે કામ આપણે બરાબર કરતા નથી. અને જ્યાંથી કઈ ઘડીએ ઉચાળા ઉપાડવા પડશે તે કાંઈ નક્કી નથી,ત્યાં આ જીવ પાતાળમાં પાયા નાખી બેઠો છે તે ઉપર બગદાલ ઋષિનું દ્રષ્ટાંત આપ્યું કે તે ઋષિને કોઈએ પૂછ્યું તમારી ઉંમર કેટલી તો કહે આ નાળિયેર પડ્યા એટલા (૭૮) રામાવતાર થઈ ગયા તેટલી આવરદા છે.ત્યારે તે ભાઈએ કહ્યું કે તમને રહેવા માટે ઝૂંપડી જેવું તો કાંઈ બાધો તે સાંભળી ઋષિ બોલ્યા કે થોડા કાળ જીવવું અને ઝૂંપડી  શું બાંધવી જુવો આ ઋષિનું કેટલું લાંબુ આયુષ્ય હતું તો તેમણે રહેવા માટે ઝૂંપડી પણ ન બનાવી પણ આપણે તો આ દુનિયામાંથી અચાનક જવાનું છે તો કેટલા મોટા બંગલા બનાવી છીએ તે ભલે બંગલા બનાવો પણ એમ જાણવું કે આ બધું ખોટુ છે ને અચાનક આપણે આ દુનિયામાંથી જવાનું થાશે એમ જાણી ભજન વિશેષ કરવું.



શ્રી હરિ ઉપદેશામૃત 

ક્ર.નં. :૯૦. પે. નં:૯૫

Comments

Popular posts from this blog

ચાર વખત 🤴

અચાનક

મોટા પુરુષને વિશે નિર્દોષ બુદ્ધિ